ગુજરાત

gujarat

ETV Bharat / videos

Jamnagar News : બોરવેલમાં પડેલા બાળકનો આબાદ બચાવ, નવ કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 4:32 PM IST

જામનગર : લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમે નવ કલાકની મહેનત બાદ બાળકનું રેસ્કયૂ કરી સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલમાં બાળકની તબિયત સુધારા પર છે.

જામનગર તંત્ર દોડતું થયું : જામનગરના લાલપુર તાલુકામાં ગોવાણા ગામની વાડી વિસ્તારમાં ખેત મજૂરનો બે વર્ષનો પુત્ર 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી. તંત્રના વિવિધ વિભાગોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર કલેકટર અને ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મધરાત સુધી ચાલેલા ઓપરેશનમાં આશરે નવ કલાકની અથાગ મહેનતના અંતે બાળકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સફળ રેસ્ક્યુ ઓપરેશન : રેસ્ક્યુ કરેલા બાળકને જામનગર જી જી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના ICU માં સારવાર આપવામાં આવી રહી છે. મલ્ટીપલ ડોક્ટરની ટીમ દ્વારા બાળકનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં બાળક ઓક્સિજન પર છે, પરંતુ બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ બાળકની તબિયતમાં સુધારો થયો છે.

  1. Borewell Rescue : બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યૂ, 9 કલાકની જહેમત બાદ જિંદગીની બાજી જીતી ગયો 'રાજ'
  2. Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ

ABOUT THE AUTHOR

...view details