ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસ નદીમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશી - New Nir came in Banas river - NEW NIR CAME IN BANAS RIVER
Published : Jun 28, 2024, 7:26 PM IST
બનાસકાંઠા: રાજ્યમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. પરંતુ વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તો બીજી તરફ રાજસ્થાન ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસકાંઠાની જીવા દોરી સમાન બનાસનદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનના આબુરોડ તેમજ ગુજરાત સરહદ પર આવેલ માવલ ગામ સીમામાંથી પસાર થતી બનાસ નદીમાં નીર પહોંચ્યા છે. જોકે ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો ચેક ડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે. જે નવા નીરના પાણી ભરાયા બાદ ઈકબાલગઢ વિશ્વેશ્વર, પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે. જોકે અત્યારે બનાસ નદીમાં નવા નીર રાજસ્થામાંથી ગુજરાતમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.