રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની NO NEET પરીક્ષાની માંગ... - demand NO NEET exam in Rajkot - DEMAND NO NEET EXAM IN RAJKOT
Published : Jun 23, 2024, 1:40 PM IST
રાજકોટ: માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષાને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે. પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓ એ દિવસ રાત મહેનત કરી છે. તેમનું શું? તેમનો અવાજ કોણ સાંભળશે? જેમણે ક્યાંય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ? શા માટે Re NEET તેમને આપવાની? વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક જ સવાલ છે કે અમને અન્યાય ના થવો જોઈએ.
અમને સરકાર NTA અને ન્યાય પાલિકા ઉપર પુરો વિશ્વાસ છે કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ ઉપરનો વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઊઠી જાય. તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉઠી રહી છે. ઉપરાંત વાલીઓનું કહેવું છે કે દોષિતોને સજા અને નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય મળે, ક્યારેય એવું ન બનવું જોઈએ કે ગણ્યા ગાઠિયા લોકો અપરાધ અને ગેરરીતિ કરે અને તેની સજા નિર્દોષ ભોગવે.
સમગ્ર દેશમાંથી એક જ સૂર ઊઠી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓએ નિષ્ઠા પૂર્વક અને સંપૂર્ણ રીતે નીતિ નિયમ મુજબ પરીક્ષા આપી છે તેને અન્યાય ન થવો જોઈએ અને જો કોઈ દોષિતો હોય તો તેમને સજા મળવી જોઈએ, તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી છે.