ગુજરાત

gujarat

ETV Bharat / videos

જુનાગઢમાં મોહર્રમના પર્વે તાજીયાનું જૂલુસ નીકળ્યું, કોમી એકતાના થયાં દર્શન - Muharram 2024 - MUHARRAM 2024

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 6:47 AM IST

જુનાગઢ: સમગ્ર રાજ્યમાં  શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસમાં મુસ્લિમોના પવિત્ર અને માતમના તહેવાર તરીકે ગણાતા મહોર્રમની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ તાજીયા સાથે ઝુલુસો નીકળ્યાં હતાં . મોહર્રમના પર્વને લઈને તાજીયા પડમા આવ્યા અને સાંજે  વેરાવળ અને સોમનાથ જિલ્લામાં ઝુલુસ શરૂ થયું હતું,  શહેરના વિવિધ માર્ગો પર ફરીને મુસ્લિમ બિરાદરો માતમના આ તહેવારને મનાવ્યો હતો. રાત્રિના સમયે તાજીયાને એક જગ્યા પર એકત્રિત કરીને મોહર્રમ નો તહેવાર મુસ્લિમ બિરાદરો ધાર્મિક આસ્થા સાથે ઉજવણી પૂર્ણ કરી હતી. સોમનાથ સહિત કોડીનાર ઉના અને અન્ય તાલુકાઓમાં પણ મોહર્રમના પર્વને લઈને તાજીયાના ઝુલુસનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને મોહર્રમના આ પર્વને ઉજવતા જોવા મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details