રાજકોટમાં 3 હજાર થી વધુ વિધાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપી - UPSC exam in Rajkot today - UPSC EXAM IN RAJKOT TODAY
Published : Jun 16, 2024, 6:44 PM IST
રાજકોટમાં: આજે ગુજરાત ભરમાં UPSCની પરીક્ષા યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના 12 કેન્દ્ર ઉપરથી આજે UPSCની પરીક્ષા યોજાઈ હતી જેમાં 3,024 ઉમેદવારો નોંધાયા હતા. 12 પરીક્ષા કેન્દ્રોમાં કણસાગરા કોલેજ, સદગુરુ મહિલા કોલેજ, આઈ પી મિશન કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, જસાણી કોલેજ, વીરબાઈ મહીલા કોલેજ, કલ્યાણ હાઇસ્કુલ યુનિટ નંબર 1 અને 2 તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિટ - 1 અને 2 ઉપરાંત સૌરાષ્ટ્ર હાઇસ્કુલ અને તપસ્વી સ્કૂલ સામેલ છે. પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી. આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઇલ, સ્માર્ટ વોચ સહિતનાં પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.