યશરાજ ફિલ્મ્સ ગુજરાત હાઈકોર્ટને ‘મહારાજ’ ફિલ્મ બતાવવા પાસવર્ડ સાથે લિંક આપશે - Maharaja Movie Controversy - MAHARAJA MOVIE CONTROVERSY
Published : Jun 19, 2024, 10:32 PM IST
અમદાવાદઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે અઢી કલાક સુધી ચાલેલ સુનાવણીમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી હાઈકોર્ટની કાર્યવાહીમાં ઓનલાઈન જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. આજે થયેલ સુનાવણી બાદ અરજદાર શૈલેષ પઠવારીએ જણાવ્યું છે કે, યશરાજ ફિલ્મને સર્ટિફિકેટ નહિ મળવાનું ખ્યાલ આવતા OTT પ્લેટફોર્મ પસંદ કર્યું છે. ધાર્મિક લાગણી નો સવાલ છે અને સરકારને જાણ કરી પણ કોઈ જવાબ ના મળતાં હાઇકોર્ટેમાં અરજી કરવી પડી છે. યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ બન્નેએ વકીલ તરફથી મુવી જોવાનું કહેતા વાંધો નહિ હોવાનું જણાવ્યું હતું. અંગ્રેજોના જજમેન્ટ પર ફિલ્મ બનાવી છે તે વ્યાજબી નથી પણ ભગવાનને ખોટી રીતે ફિલ્માવવામાં આવ્યા છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે જે કહેશે એ અમને માન્ય છે.