બાલાસિનોરના નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબીએ પરિવાર સાથે કર્યુ મતદાન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : May 7, 2024, 8:17 PM IST
મહીસાગરઃ લોકસભા ચૂંટણી 2024 માટે 3જા તબક્કાનું મતદાન આજે યોજાઈ ગયું. મહીસાગરના બાલાસિનોરમાં નવાબ પરિવારે મતદાન કર્યુ હતુ. આ અવસરે બાલાસિનોરના નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબીએ પરિવાર સાથે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ Etv Bharat સાથે વાતચીત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દરેક ભારતીય નાગરિકે મતદાન કરવું જોઈએ. ભારત માટે અને ભારતના ભવિષ્ય માટે પણ મતદાન કરવા અપીલ કરી છે. આજે લોકશાહીના પર્વ પર મે પરિવાર સાથે અહીંયા આવીને મતદાન કર્યુ છે. શું તમે મતદાન કર્યું છે? જો નહીં તો તમારે અહિયાં આવીને મતદાન કરવું જોઈએ. આ મતદાન હિંદુસ્તાનના ભવિષ્ય માટે છે. આપણાં છોકરા ઓના ભવિષ્ય માટે છે. મને ખુશી છે કે આ મોકો મળ્યો છે.