મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠક પર ડો. સી. જે. ચાવડાનો વિજય - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
Published : Jun 4, 2024, 4:07 PM IST
મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જિલ્લા એવા મહેસાણામાં ભાજપના કમળ ખીલ્યા છે. મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ડો. સી. જે. ચાવડાનો વિજ્ય થયો છે. હરિભાઈ પટેલ 3 લાખથી વધુની લીડ સાથે જીતી ગયા છે. ડો. સી. જે. ચાવડા 55,000થી વધુની લીડ સાથે જીતી ગયા છે. હરિભાઈ પટેલ અને સી જે ચાવડાએ જીત બાદ નિવેદન આપ્યું હતું કે, સ્થાનિક મતદારોએ પોતાના પર વિશ્વાસ રાખી ભવ્ય લીડ સાથે વિજય અપાવ્યો છે. જેનો બંને વિજેતા ઉમેદવારો એ મતદારોનો અને પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ સંદર્ભે મલાજો પાળીને ભાજપે વિજય સરઘસ કાઢ્યું નહોતું.