લોકશાહીના પર્વમાં વ્હીલચેરમાં ભાગ લેવા આવ્યાં વરિષ્ઠ નાગરિકો, હોંશે હોંશે કર્યુ મતદાન - Lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : May 7, 2024, 7:43 PM IST
વડોદરા: લોકસભાની ચૂંટણીમાં વડોદરા શહેરમાં દરેક મતદાન મથકો સુવિધાઓ થી સજ્જ કરવામાં આવ્યા હતા, એટલું જ નહીં પરંતુ દરેક મતદાન મથકો ઉપર સિનિયર સિટીઝન કે જુઓ ચાલી શકતા નથી તેઓના માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને મતદારો તેનો સરળતાથી ઉપયોગ પણ કરી શકે છે. પ્રવર્તમાન સરકાર દ્વારા મતદારોને તકલીફ ન પડે તે માટે સૌ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. હીટ વેવ અને ગરમીના કારણે દરેક મતદાન મથકો ઉપર પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેની સાથે સાથે પોલીસ તંત્રને પણ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી મતદારોને કોઈ તકલીફ પડે નહીં અને કદાચ આવેલ મતદારોને પેરામેડિકલ સ્ટાફની પણ જરૂરિયાત ઊભી થાય તો તે પણ મતદાન મથક ઉપર જ સુવિધા પૂરી પાડવામાં આવી છે દરેક મતદાન મથક ઉપર પેરામેડિકલ સ્ટાફ સજ્જ કરવામાં આવ્યો હતો. બપોરના સમય દરમિયાન મતદાનની ગતિ થોડી ધીમી થવા પામી હતી.