પાટણના પટ પર અનેક વાર ચિત્ત થયા બાદ કોંગ્રેસે ફરીથી ચંદનજીને ઉતાર્યા મેદાનમાં - lok sabha election 2024
Published : Apr 30, 2024, 3:47 PM IST
પાટણ: ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના પટ પર અનેક વાર ચિત્ત થયા બાદ કોંગ્રેસે ફરીથી ચંદનજીને મેદાનમાં ઉતાર્યા છે. પોતાના નામની માફક ચંદનજી પોતાની સુવાસ ફેલાવવામાં સફળ જશે કે નિષ્ફળ જશે, તે ચૂંટણી પરિણામ બાદ જ જાણવા મળશે. તેઓ સતત મતદારો વચ્ચે જઈ રહ્યા છે. Etv ભારતે કોંગ્રેસના પાટણના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી. ચાલો જાણીએ ચંદનજીએ શું જણાવ્યું?
ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ પાટણની ધરતી પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ સભા સંબોધન કરી છે. સમગ્ર લોકસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો મારી સાથે ચૂંટણી પ્રચારમાં ઉમટી પડ્યા છે. કોંગ્રેસને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપના શાસનથી પ્રજા નારાજ છે અને ઇન્ડિયા ગઠબંધન મજબૂત થઈ રહ્યું છે. જન સમર્થનને કારણે હું જંગી બહુમતીથી જીતી રહ્યો છું.