ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું, નીતિન પટેલ સહિતના આગેવાનો રહ્યા હાજર - mahesana lok sabha seat - MAHESANA LOK SABHA SEAT

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 7:26 PM IST

મહેસાણા: મહેસાણા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે આજે પોતાનું ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં ભર્યું હતું. ફોર્મ ભરવા પૂર્વે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સભા યોજી રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા. સવારે 10:00 કલાકે મહેસાણાના મોઢેરા સર્કલ પાસે આવેલા વિમલ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો અને પૂર્વ સાંસદ ઉપરાંત 1984 માં દેશમાં બે જ ભાજપની સીટો લાવનાર પૈકી વિજાપુરના ડોક્ટર એકે પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સાથે ભાજપના હરિભાઈ પટેલનો સામનો થશે.

ABOUT THE AUTHOR

...view details