ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં 4132 પોલિંગ બુથ પર મતદારો કરશે મતદાન, અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાની કરી ખાતરી - lok sabha election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 5:07 PM IST

અમદાવાદ: 7 મેના રોજ ત્રીજા તબક્કાની ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ કમિશનર ઓફિસ ખાતે DCP કોમલ વ્યાસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં DCPએ જણાવ્યુ કે, અમદાવાદમાં 4132 પોલિંગ બુથ સિટીમાં આવેલા છે અને 1168 બિલ્ડિંગમાં બુથનો સમાવેશ થયેલો છે. આ કુલ બુથમાંથી 931 બુથ સંવેદનશીલ છે જ્યારે 3201 નોર્મલ પોલિંગ બુથ છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, તથા ખેડાની કાયદા વ્યવસ્થા અમદાવાદથી સંભાળવામાં આવે છે. 

DCPએ 7 બુથની વિઝીટ જાતે કરી છે અને તમામ બંદોબસ્તની સમીક્ષા કરી છે. ચૂંટણી દરમિયાન અમદાવાદમાં એક સ્ટ્રોંગ રૂમ તથા ત્રણ ડેટા સેન્ટર ગોઠવવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદમાં 68 નાકા પોઇન્ટ પર પોલીસની કામગીરી ચાલુ છે. 68 નાકા પોઇન્ટ અને મહત્વના સ્થળ પોલીસ ગોઠવી છે.આ સાથે ત્રણ પેરોલ આરોપીઓને જંકશન પર પકડવામાં આવ્યા છે. પોલીસ સાથે અહીં BSF, CISF, ITBP, અન્ય રાજ્યોની હથિયારી પોલીસ, મહિલા બટાલિયન અને પુરુષ બટાલિયન પણ ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં રહેશે.

  1. કોંગ્રેસના ઉમેદવારે ઓડિશામાં પોતાની ટિકિટ પરત કરી, કારણ જાણીને ચોકી જશો - PURI LOK SABHA ELECTION
  2. આજે કાનપુરમાં pm નરેન્દ્ર મોદીનો રોડ શો, જાણો સંપૂર્ણ શેડ્યૂલ - PM Modi in Kanpur

ABOUT THE AUTHOR

...view details