ગુજરાત

gujarat

ETV Bharat / videos

NEETના રીઝલ્ટ બાબતે રાજકોટનો કિસાનપરા ચોક ચક્કાજામ... - Big scam in NEET exam 2024 - BIG SCAM IN NEET EXAM 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 6:28 PM IST

રાજકોટ: તાજેતરમાં નીટ પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે આજે NSUI દ્વારા રાજકોટમાં કિસાનપરા ચોકમાં વિરોધ કરવા માટે લોકો એકત્રિત થયા હતા. જે અંગે NSUI આગેવાન નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી. હવે તો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ તેમા આવી ગઈ છે.અને દિવસે દિવસે પેપર ગોટાળા વધતા જાય છે. એન.ટી.એ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષામાં મોટો કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 75% હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ગ્રેસ આપવામાં આવ્યા છે. તો એક જ પરીક્ષા કેન્દ્રમાંથી 6 વિદ્યાર્થીઓ ટોપર્સમાં પણ આવ્યા છે અને સાથે સાથે નીટનું રીઝલ્ટ પણ 4 જૂનને રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તે દિવસે ચૂંટણીના રીઝલ્ટ હતા. આ બાબતને લઈને કેન્દ્ર સરકાર માટે NSUI દ્વારા ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ચકકાજામ કરતાં ત્યારે પોલીસ પણ દોડી આવી હતી અને ચકકાજામ કરી રહેલા વિદ્યાર્થીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details