ગોંડલમાં દલિત સમાજ સંમેલન બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ યોજી પત્રકાર પરિષદ, ગોંડલની જનતાનો માન્યો આભાર - Junagadh Dalit Yuvak Case - JUNAGADH DALIT YUVAK CASE
Published : Jun 12, 2024, 9:05 PM IST
રાજકોટઃ ગોંડલમાં દલિત સમાજ સંમેલન બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું ગોંડલની જનતા અને તાલુકાની જનતાનું આભાર માનું છું. અમે કોઈ જાહેરત કરી ન હતી તેમ છતાં ગોંડલ તાલુકમાં લોકોએ સ્વંયભૂ બંધ પાડ્યું તે બદલ હું તાલુકાની જનતાનું આભાર માનું છું. વિશેષ આભાર હું દલિત સમાજની જનતાનું આભાર માનું છું. ગોંડલ તાલુકાના દલિત સમાજના તમામ આગેવાનો મારા સંપર્કમાં હતા અને મને સમર્થન કર્યું હતું. આ સાથે મને જાણવા મળ્યું કે દલિત સમાજના આગેવાનો આજની આ રેલીમાં જોડાયા નથી અમનો પણ હું વિશેષ આભાર માનું છું. જે રીતે ગોંડલમાં જે રીતે ગોંડલમાં ભાઈચારાનું વાતાવરણ છે તે કાયમી બની રહેશે. તેના માટે મારો પરિવાર સાથે છે મને જે રીતે દરેક સમાજની પારિવારિક હૂંફ મળે છે તેમ મારો પરિવાર અને સમાજ હંમેશા જોડાયેલો રહેશે. વધુમાં તેમને છંછેડવાના સવાલના જવાબમાં કહ્યું કે, રેલી અને સભામાં આ રીતે બોલતું હોય છે. તેનાથી એના લેવલ અને મારા લેવલમાં ઘણો બધો તફાવત પડે છે અને મને લાગતું નથી કે આવા લોકોને મારે જવાબ દેવો જોઈએ, તેનો ગોંડલની જનતા જવાબ દેશે. તેમજ આ સમગ્ર ઘટના અંગે તેમણે જણાવ્યું કે, જે ઘટના ઘટી એ ફક્ત આકસ્મિક છે. ન્યાય તંત્ર જે કંઈ નિર્ણય કરશે તેના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે.