ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં 5 સ્થળે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે - International Yoga Day 2024 - INTERNATIONAL YOGA DAY 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 5:52 PM IST

રાજકોટઃ વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંધમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારથી 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં જુદા-જુદા 4 સ્થળોએ યોગા અને 1 સ્થળે એકવાયોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  યોગ દિવસ અંગે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યું હતું કે, રાજકોટ મહા નગર પાલિકા દ્વારા 'વિશ્વ યોગ દિન' નિમિતે શહેરમાં કુલ 5 સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેન્ટ્રલ ઝોન, રેસકોર્સ મેદાન, વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ જીજા બાઈ સ્વિમિંગ પુલ ખાતે એક્વાયોગનું આયોજન કરવામાં આવ્યું છે. 

ABOUT THE AUTHOR

...view details