Shocking CCTV: આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે, સુરતમાં કારચાલકે અઢી વર્ષની બાળકી પર કાર ચડાવી, પછી શું થયું ? - Surat Accident
Published : Mar 9, 2024, 5:44 PM IST
સુરત : શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે અઢી વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી હતી. આ બનાવમાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અઢી વર્ષની બાળકી પર કાર ચડી : સુરતના પાલ કેનાલ રોડ પર રોયલ ટાયટેનિયમના બેઝમેન્ટ પાર્કિંગમાં બેસીને રમતી અઢી વર્ષની બાળકીને એક કારચાલકે અડફેટે લીધી હતી. કાર ચાલકે બાળકી પર કાર ચડાવી દેતા બાળકીને છાતી અને ફેફસાના ભાગે ગંભીર ઈજા થઈ છે. ઉપરાંત માથાના ભાગે ફ્રેક્ચર આવતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે કારચાલક બાળકીને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. -- તપાસકર્તા પોલીસકર્મી
ઘટના CCTV કેમેરામાં કેદ : આ મામલે બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પાલ પોલીસે કારચાલક ગીરીશ મનીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.