સુરતના ભાગળમાં ગૃહરાજ્ય મંત્રીએ કર્યું તિરંગા વિતરણ, 11 ઓગસ્ટે યોજાશે તિરંગા પદયાત્રા - Har Ghar Triranga campaign - HAR GHAR TRIRANGA CAMPAIGN
Published : Aug 9, 2024, 10:54 PM IST
સુરત : દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે. દરેક લોકો પોતાના ઘર, શેરી-મહોલ્લામાં તિરંગો લહેરાવશે. આ અભિયાનના અનુસંધાને સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા વાહનચાલકો સહિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 11 ઓગસ્ટ સુરતમાં વાય જંકશન, પીપલોદ ખાતે યોજાનાર તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ વેળાએ લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.