ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરેલીમાં ધોધમાર વરસાદ, ગ્રામીણ વિસ્તારમાં વહેતી નદીઓમાં પુર

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાને કારણે લીલીયાના સલડી અને ચિતલ વિસ્તારની અંદર આવેલા ગ્રામીણ વિસ્તારમાં વહેતી નદીઓમાં પુર આવ્યા છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, અમરેલી જિલ્લાના લાઠી લીલીયા, બગસરા, ચિત્તલ સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં રહેલો પાક પલળી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.  50% પણ ખેડૂતોના હાથમાં પાક ન રહ્યો હોવાની વેદનાઓ ખેડૂતો કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના લીલીયાના સલડી ગામ પાસેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું છે. ચિતલ પાસે પસાર થતી સ્થાનિક નદીમાં પૂર આવતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા છે. લીલીયા તાલુકાના ગ્રામીણ વિસ્તાર ની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક કપાસ તેમજ બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે. બાબરાના ચમારડી, વલારડી, વાવડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ચમારડી ગામમાં બેઠા કોઝવે પર પસાર થતા પાણીના પ્રવાહથી પ્લોટ વિસ્તાર અને ગામની અવરજવર બંધ થઈ હતી. 

ABOUT THE AUTHOR

...view details