Gujarat Monsoon: માત્ર 2 ઇંચ વરસાદમાં મહેસાણા જિલ્લો પાણીમાં ગરકાવ - Monsoon season in Mehsana - MONSOON SEASON IN MEHSANA
Published : Jul 3, 2024, 8:51 AM IST
મહેસાણા: જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી અને ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું. આમ સર્વત્ર વરસાદ નોંધવાની સાથે શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પરિણામે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલું જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણા શહેરમાં બપોર બાદ મેઘો ત્રાટક્યો હતો અને વરસાદની ધમાકેદાર બેટિંગમાં મહેસાણાના ગોપી નાળા અને ભમરીયા નાળામા પાણી ભરાઈ ગયા હતા. મહેસાણા એક અને બે ને જોડતા આ બંને નાણામાં પાણી ભરાઈ જતા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. તો મહેસાણા શહેરના ગોડાઉન રોડ, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ જોવા મળ્યું હતું.