ગુજરાત

gujarat

ETV Bharat / videos

તરછોડાયેલી ગાયોના છાણમાંથી તૈયાર ગૌ કાસ્ટ થી સુરતમાં હોલિકા દહન, સી.આર.પાટીલે આપી હાજરી - Holi 2024 - HOLI 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 10:35 PM IST

સુરત : શહેરના રામચોક ખાતે આવેલા પાંજરાપોળમાં વૈદિક હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક હોળીકા દહન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સાથે તેમની પત્ની પણ ઉપસ્થિત રહી પાંજરાપોળના ગાયોની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ આ જ ગાયોના છાણમાંથી તૈયાર સ્ટીક થી વેદિક હોળી પ્રગટાવી હતી. સુરત સહીત દેશભરમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરમાં પણ ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીકા પ્રવજલિત કરવામાં આવીમાં આવી હતી. આ અવસર પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાર્ટીલે જણાવ્યું હતું કે, લોકો વૈદિક હોળી મનાવે તે ખૂબ જ જરૂરી છે, લાકડાના ઉપયોગ ન કરવામાં આવે અને આ છાણમાંથી તૈયાર સ્ટીક થી હોલિકા દહન માત્ર સુરત જ નહીં દેશભરમાં થાય એ પ્રયત્ન રહેવો જોઈએ કારણ કે, એનાથી પ્રદૂષણ થતું નથી અને પરંપરાગત હોળીની ઉજવણી થાય છે.

ABOUT THE AUTHOR

...view details