ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલના લુણીવાવ નજીક રેઢી પડેલી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો - POLICE RECOVER foreign liquor - POLICE RECOVER FOREIGN LIQUOR

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:22 PM IST

રાજકોટ: ગોંડલ તાલુકા પોલીસે ગત રાત્રીના લુણીવાવ નજીક બિનવારસી પડેલી ઇકો કારમાંથી રૂ. 1,51,800ની કિંમતની વિદેશી દારૂની 480 બોટલ સાથે કુલ રૂ. 4,51,800નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ગોંડલ તાલુકાના PSI આર.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ રૂપકભાઈ બહોરા, રવિરાજસિંહ વાળા અને રણજીતભાઈ ધાધલ પેટ્રોલીંગમાં હતા. ત્યારે ઉમવાડા લુણીવાવ રોડ પર છાપરવડી ડેમની ઓફિસ સામે સરકારી ખરાબાની જગ્યામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા મયુરધ્વજસિંહ રાણા, સંજયભાઈ મકવાણા, રાજદેવસિહ ચુડાસમા અને જયસુખ જીંજાળા સહીત તપાસ કરતા બિનવારસી ઇકો કાર પડી હતી. જેને ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર કબ્જે કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details