ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત ડ્રગ કેસનો ફરાર આરોપી ઝડપાયો, નેપાળમાં છુપાયો હતો - Surat Drug Case - SURAT DRUG CASE

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 11:53 AM IST

સુરત : ગત 29 એપ્રિલની બપોરે સુરત SOG પોલીસની ટીમે શહેરમાં એક કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો શેહબાઝ આલમ ઇર્શાદહુસેન ખાન એક કરોડનું MD ડ્રગ્સ મુંબઈથી બે સાગરીતો સાથે લાવ્યો છે. આ જથ્થો રામપુરાના કાસીફ ઇકબાલ ઉર્ફે પસીના શેખે મંગાવ્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર કાસીફને દબોચી લીધો હતો. આ જથ્થો લાવવામાં મુખ્ય ભૂમિકા શેહબાઝ આલમની હતી, જેને શોધવા પોલીસ તેના વતન ઉત્તરપ્રદેશમાં જઈ આવી, પરંતુ તે ત્યાંથી પણ છટકી ગયો હતો. ગતરોજ તે સુરત આવ્યો હોવાની બાતમી વચ્ચે લાલગેટ પોલીસની ટીમે તેને દબોચી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી કાશીફ માટે પેડલર તરીકે કામ કરતો અને એક ખેપના પાંચ હજાર રૂપિયા મળતા હતા. ફયાઝ અલી અને સાદિક જમાલ સાથે મળી ત્રણ ખેપ મારી ચૂક્યા હતા. સુરતમાંથી ભાગીને ઉત્તર પ્રદેશ અને ત્યાંથી નેપાળ ભાગી છૂટયો હતો. જ્યાં તે વોટર પાર્કમાં નોકરીએ લાગી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details