વ્યારાના ચાર યુવકો કાર સહિત તાપી નદીમાં ખાબક્યા, પછી... - Surat accident - SURAT ACCIDENT
Published : Aug 3, 2024, 3:33 PM IST
સુરત : વ્યારાના ચાર યુવકો માંડવીમાં રિવરફ્રન્ટ પરથી કાર સાથે તાપી નદીમાં ખાબક્યા હતા. જોકે, ચારેય યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. વ્યારા ખાતે રહેતા વિશાલ માવાણી, નિશાંત કામલે, ચંદુ દાખરા અને કમલ લુઠરે ગુરૂવારના રોજ ઇકો કાર લઈને સુરત જિલ્લાના માંડવી ખાતે કામ અર્થે આવ્યા હતા. કામ પૂર્ણ કરી ચારેય યુવક તાપી નદીના રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા. આ દરમિયાન તેઓ કારને વાળી રહી હતા, તે સમયે કારનું એક્સેલેટર ચોટી જતા કાર બેકાબૂ થઈ હતી. અને સીધી તાપી નદીમાં ખાબકી હતી. નસીબ જોગ ચારેય યુવકો સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. બાદમાં માંડવી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમે સ્થળ પર પહોંચી કારને બહાર કાઢી હતી.