Republic Day 2024: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ઉપલેટામાં નીકળી તિરંગા યાત્રા અને મશાલ રેલી - રાજકોટ ન્યૂઝ
Published : Jan 26, 2024, 8:05 AM IST
રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં 26 જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. ઉજવણીના ભાગરૂપે ઉપલેટા શહેરમાં મિશન અભિમન્યુ ટીમના નેજા હેઠળ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ તિરંગા રેલી અને મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પૂર્વની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્યમાર્ગો પર નીકળેલી આ રેલી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલી શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લઈને ગાંધી ચોક સુધી કાઢવામાં આવી હતી જેમાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા. સૌ કોઈએ તિરંગા સાથે દેશભક્તિની સુત્રોનો સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રજાસત્તાક પર્વને લઈને શહેરની તમામ સરકારી ઈમારતોને શણગારવામાં આવી હતી તેમજ ઠેર ઠેર લાઈટિંગ અને ડેકોરેશન પણ જોવા મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે, 26 જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતનાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે અને તેઓ ધ્વજ ફરકવશે અને સલામી આપીશે અને બાદમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.