પાટીદાર અગ્રણીઓના કોલ્ડવોર અંગે દિલીપ સંઘાણીએ શું કહ્યું, જુઓ... - Patidar leader controversy - PATIDAR LEADER CONTROVERSY
Published : Aug 17, 2024, 3:51 PM IST
રાજકોટ : હેમુ ગઢવી હોલ ખાતે સરદાર લેઉવા પટેલ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સહકારી અગ્રણી દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલકત્તા રેપ કેસ અંગે કહ્યું કે, કાયદો એવો હોવો જોઈએ કે જ્ઞાતિ-જાતિથી પર હોય. તમામ માટે એક સરખો કાયદો લાગવો જોઈએ ત્યારે દેશ વધુ મજબૂત બને છે.
લેઉવા પટેલ સમાજના બે કદાવર નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોર અંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, હું બંને આગેવાનોને સાથે મીડિયાને પણ વિનંતી કરીશ કે, સમાજ, દેશ કે રાજ્યના કોઈ વિવાદોને વધુ મહત્વ આપવા કરતા સારી બાબતોને વધુ મહત્વ આપે. હું બંને આગેવાનોને વ્યક્તિગત મળીને સમજાવીશ. બંને અમારા સમાજના કદાવર નેતા છે અને બંને સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. તેઓ એક અને એક બે થાય તેવા પ્રયત્નો હું જરૂરથી કરીશ.