Dense fog in Surat district: સુરત જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા, વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો - Surat
Published : Mar 19, 2024, 4:10 PM IST
સુરત: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં, આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ,માંગરોળ સહિતના તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતું. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યુ છે. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તાઓ પર વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ છે. અચનાક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ધુમ્મસ ભર્યુ વાતાવરણ થતા ખેડૂતોના વિવિધ પાકોને નુકશાન થશે ભીતિ હાલ સેવાઈ રહી છે. કામરેજ તાલુકાના સ્થાનિક દિનેશ ભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. ધુમ્મસ છવાતા સૌથી વધુ હાલાકી વાહન ચાલકોને પડી હતી. વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ વાતવરણમાં આવેલ પલટાને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.