ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર મનપાની ડિમોલિશનની કામગીરી: અંધાશ્રમ પાસેનું જર્જરિત આવાસ તોડી પડાયું, સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ - DEMOLITION WORK IN JAMNAGAR

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2024, 10:46 PM IST

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત આવાસ તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં સાધના કોલોની અને અંધાશ્રમ પાસે જે આવાસ છે તે અતિ જર્જરિત છે અને ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે. જો કે અહીં વસવાટ કરતા લોકો પરેશાન થયા છે કારણ કે તંત્રએ કોઈપણ જાતની બાંહેધરી આપ્યા વિના મકાનો ખાલી કરી અને તોડવાનું શરું કર્યું છે. મોટા ભાગે શ્રમિક લોકો અહી વસવાટ કરે છે અને મનપાએ સમય પણ આપ્યો નથી. જેના કારણે રહીશો ક્યાં રહે તેવા સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે મનપા સીટી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું કે 'બધા મકાનો પડે તેવી સ્થિતિમાં છે અને લોકોના જીવ ન જાય તે માટે અહીં તોડફોડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સાધના કોલોનીમાં એક મકાન પડી ગયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આવી ઘટના ફરી દોહરાય નહીં તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાધના કોલોની અને અંધાશ્રમ પાસે આવેલા આવાસમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

અહીં રહેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે શિયાળામાં આ સ્થાનિકોને અન્ય જગ્યાએ રહેવા જવું પડશે. મોટાભાગના સ્થાનિકો શ્રમિક અને ગરીબ છે જેના કારણે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્રએ આ લોકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં નહીં આવે, તો પ્રોગ્રામ આંદોલન કરવામાં આવશે. આજરોજ મુખ્યમંત્રીને પત્ર લખી અને સમગ્ર બાબત વિશે જાણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details