ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં ઈદના દિવસે શાળા ચાલુ રાખતા કોગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ - Dholakia School Rajkot - DHOLAKIA SCHOOL RAJKOT

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 9:48 PM IST

રાજકોટ: ભારતભરમાં આજે બકરી ઈદનો ઉત્સવ ઉજવવામાં આવી રહયો છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં બકરી ઈદના દિવસે શૈક્ષણિક કાર્ય શરૂ હોવાની ફરિયાદોના આધારે આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિતના વિદ્યાર્થી આગેવાનો ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને શિક્ષણકાર્ય બંધ કરાવવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ દરમિયાન ત્યાં હાજર સ્કૂલ સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સમક્ષ તેઓ રજૂઆત કરતા હતા ત્યારે અચાનક પોલીસ આવી પહોંચી હતી અને વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે, ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળકિયા જ નહીં પરંતુ, રાજકોટની ઘણી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે..પોલીસ આવી જતા કોંગ્રેસ સહિતના કાર્યકરોને અટકાયત સ્કૂલેથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા હતા.

આ સમયે મીડિયા સાથે વાતચીત કરતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, અમે સરકારના નિયમ મુજબ જાહેર રજાના દિવસોમાં શાળાઓ ચાલુ ન રાખી શકાય તેનું પાલન કરાવવા માટે અહીં ધોળકિયા સ્કૂલે આવ્યા છીએ. અમે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરાવવા આવ્યા નથી ત્યારે પોલીસ દ્વારા બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવે તે જરા પણ યોગ્ય નથી. આ સમયે પોલીસ જવાનો અને વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, રજાના દિવસોમાં શાળાઓ ચાલુ રાખી ન શકાય ધોળકિયા સ્કૂલ ચાલુ હોવાની વાત મળી છે અને તેથી અમારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને શાળા તાત્કાલિક બંધ કરાવવા માટેનો આદેશ આપ્યો છે. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે, જાહેર રજામાં શાળાઓ સદંતર બંધ રાખવામાં આવે. જો તે નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો શાળા બંધ કરાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details