રોલ પ્રેસ કરનાર, રત્ન કલાકાર અને ટેક્સટાઇલમાં હેન્ડ જોબ કરનારના બાળકોએ સુરતમાં ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કર્યુ - SSC Result - SSC RESULT
Published : May 11, 2024, 9:59 AM IST
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ટોપ કર્યુ છે. સુરતના આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ સૌથી વધુ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યુ છે. પરિણામ જાહેર થયા બાદ શાળામાં ફટાકડા ફોડી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ટોપ કરેલા વિદ્યાર્થીઓમાં બલ્લર ક્રીશે 98.33 ટકા પ્રાપ્ત કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, તે ડોક્ટર બનવા માંગે છે અને પિતા રોલ પોલીશ કરે છે. માતા પિતા અને શાળાના શિક્ષકોએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. શોર્ય શ્રીરામને 600 માથી 591 માર્ક સાથે પાસ થયો છે. તેણે જણાવ્યું હતું કે, પિતા ટેક્સટાઇલમાં હેન્ડ વર્ક કરે છે. માતા પિતાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે અને હુ સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છુ. માતા પિતા માટે હુ એક જ આશા છુ આ જ કારણ છે કે, મેં ખૂબ જ મહેનત કરી હતી. અનગઢ હીર ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, મારા 98.50 ટકા આવ્યા છે. મારા પિતા ડાયમંડ વર્કર છે. મારા પિતાએ ખૂબ ખૂબ મહેનત કરી છે એ જ મને ભણવા માટે પ્રેરણા આપે છે.