NEET કેસ અપડેટ્સઃ દિલ્હી સીબીઆઈ ટીમના ગોધરામાં ધામા - Case of Godhra NEET - CASE OF GODHRA NEET
Published : Jun 24, 2024, 6:51 PM IST
પંચમહાલઃ ગોધરા નીટ કેસમાં દિલ્હીથી સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી ચૂકી છે. વહેલી સવારે દિલ્હી થી ટિમ ગોધરા ખાતે આવી પહોંચી. સીબીઆઈના 5 સભ્યોની ટીમ ગોધરામાં તપાસ શરુ કરશે. ગોધરાનો આખો કેસ પંચમહાલ પોલીસ પાસેથી સીબીઆઈ હેન્ડ ઓવર કરાશે. હાલ પોલીસ સાથે બેઠક ચાલી રહી છે. NEET મામલે પંચમહાલ એસપી હિમાંશું સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, પંચમહાલ પોલીસ સીબીઆઈની ટીમ સાથે છે. અમે તમામ રીતે સીબીઆઈ અધિકારીઓને સપોર્ટ કરી રહ્યા છીએ. કેસ હેન્ડ ઓવર કરવા ની કાર્યવાહી ચાલી રહી છે. રાંચી અને પટના સાથે ગોધરાની લિંકના પ્રશ્ને એસપીએ જણાવ્યું હતું કે હાલ કંઈ પણ કહી શકાય નહીં. ગોધરાનો આખો કેસ પંચમહાલ પોલીસ પાસેથી સીબીઆઈ હેન્ડ ઓવર કરાશે. હાલ પોલીસ સાથે બેઠક ચાલી રહી છે.