ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં ઉમેદવારીનું ખાતું ખુલ્યું. હસમુખ પટેલે ભર્યું ફોર્મ - ahmedabad loksabha

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 7:44 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજરોજ ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરી તાકાત બતાવી હતી. અમદાવાદમાં પણ આજે ફોર્મ ભરવાનું ખાતું ખુલ્યું હતું. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે જંગી સમર્થકો અને આગેવાનોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પછી હસમુખ પટેલે ફરી ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં સાતમી મેના રોજ ચૂંટણી: અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત અમદાવાદ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાતમી મેના રોજ ચૂંટણી થવાની છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા બાપુનગરના એમએલએ દિનેશ કુસ્વાહ ઊપસ્થિત રહયા હતા. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલી જિલ્લા પંચાયતની ઓફિસે 12:39 ના વિજય મુરતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરે પાસે તેમણે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. ફોર્મ ભરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

હસમુખ પટેલે ભર્યુ ફોર્મ: અમદાવાદ.આજથી ભાજપ ઉમેદવાર ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામા સમર્થકો સાથે પહોચ્યા હતા. અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે 12.39 ના શુભ મુહૂર્તમા ઉમેદવારી ફોર્મ ભર્યું છે.  

  1. ગોંડલના ક્ષત્રિય યુવાને પોરબંદરમાં આ શું કહ્યું ? મનસુખ માંડવિયાના લોકસભા ઉમેદવારી ફોર્મ ભરવામાં અનોખો પ્રયોગ - Porbandar Lok Sabha Seat
  2. ખેડૂત સ્નેહમિલનમાં સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ,જાણો શું કહ્યું ? - GUJARAT NAVSARI KHEDUT SAMMELAN

ABOUT THE AUTHOR

...view details