Jackie Shroff in Kutch: જેકી શ્રોફને પસંદ આવ્યું કચ્છનું રણ, કહ્યું 'કચ્છનું રણ બાપુ એક નંબર' - અભિનેતા જેકી શ્રોફ
Published : Feb 6, 2024, 1:55 PM IST
ભૂજ: કચ્છના રણની મુલાકાતે આવેલા બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફને કચ્છ ખુબ જ પસંદ આવ્યું છે. કચ્છની ખુબસુરતી નિહાળીને મંત્રમુગ્ધ થયેલા અભિનેતા જેકી શ્રોફે કહ્યું 'કચ્છનું રણ બાપુ એક નંબર' છે. હાલમાં કચ્છના સફેદ રણમાં જેકી શ્રોફની આગામી ફિલ્મ 'ટુ ઝીરો વન ફોર'નું શૂટિંગ ચાલી રહ્યુંં છે. જેમાં તેમની સાથે અક્ષય ઓબરોય, મુકેશ રિશી, શિશિર શર્મા વગેરે સ્ટાર કાસ્ટ છે. કચ્છના સફેદ રણને માણીને જેકી શ્રોફે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ કહે છે કે, 'કચ્છનું રણ બાપુ એક નંબર છે' અને કચ્છનું નમક પણ એક નંબરનું છે. ઊંટના ફૂટ પ્રિન્ટ બતાવીને આ વીડિયો શેર કર્યો છે અને કચ્છના સફેદ રણની સુંદરતા વર્ણવી રહ્યા છે. જેકી શ્રોફે પ્રથમ વખત જ કચ્છનું રણ નિહાળ્યું છે અને વારંવાર આવવાની વાત કરી છે.