ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના વેપારીને બ્લેકમેલ કરતી બારગર્લ ઝડપાઇ, જાણો શું છે સમગ્ર મામલો - BARGIRL ARREST - BARGIRL ARREST

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 9:32 PM IST

રાજકોટ: રાજકોટના ઇમિટેશનના ધંધાર્થી પાસેથી પૈસા પડાવવાનો મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. રાજકોટમાં ઇમિટૅશનના ધંધાર્થી પાસેથી પૈસા પડાવનાર બારગર્લ ઝડપાઇ, ભક્તિનગર પોલીસે બાર ગર્લને દિલ્હીથી ઝડપી પાડવામાં આવી છે.
બારગર્લે ફોટો વિડ્યો વાયરલ કરવાની ઇમિટેશનના ધંધાર્થીને ધમકી આપી પૈસા ખંખેર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બારગર્લે ધંધાર્થી પાસેથી પાસેથી રુપિયા 95,500 રૂપિયા ખંખેર્યા હતા, ત્યાર બાદ વધુ રુપિયા 5 લાખની માંગણી કરતા ઇમિટૅશનના ધંધાર્થી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ખુશ્બુ સતીષકુમાર નામની યુવતી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોલ હાથ ધરવામાં આવી હતી જે બાદ તેની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી. મુંબઈની આરોહી નામની યુવતીના પરિચયમાં ઇમિટૅશનના ધંધાર્થી આવ્યો હતો. આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ પણ ફરવા આવતી હતી. ખુશ્બુએ આરોહી અને ધંધાર્થીના ફોટો અને વીડિયો પડ્યા હતા. જે બાદ વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી ધંધાર્થી પાસેથી પૈસા પડાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details