રાજકોટમાં વધુ એક કોલેરાનો કેસ જોવા મળ્યો, અન્ય કોલેરાના કેસ હોવાની શકયતા - cholera case reported in Rajkot - CHOLERA CASE REPORTED IN RAJKOT
Published : Jul 16, 2024, 9:26 PM IST
રાજકોટ: શહેરમાં લોહાનગરમાંથી કોલેરાના બે કેસ મળ્યા છે. આ બંને બાળકો હતા અને હાલ જોખમ મુક્ત છે. તો રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાંથી વધુ એક કોલેરાનો કેસ મળતા તંત્ર દોડતું થયું છે. કંપનીમાં કામ કરતો 20 વર્ષીય શ્રમિકને કોલેરા હોવાનું નિદાન થયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર સાઈટ પર દરેક મજૂરને આર.ઓ.નું જ પાણી આપવામાં આવે છે તેથી પાણીમાંથી સંક્રમણ થયું નથી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મજૂરો ક્યારેક બહાર જમવા માટે જતા હતા અને ક્યારેક નોનવેજ પણ બનાવતા હતા તેથી નોનવેજ ખોરાકને કારણે ચેપ લાગ્યાની શક્યતા છે. જોકે ક્યાં જમવા ગયા હતા અને ક્યાંથી બનાવવા માટે લઈ આવ્યા હતા તે હજુ નક્કી કરી શકાયું નથી. ખાદ્ય પદાર્થની જગ્યા અથવા તો હોટેલમાં અન્ય લોકો ગયા હોય તો તેમને પણ કોલેરા થવાનું જોખમ છે.