ધારીના નબાપરા વિસ્તારમાં 4 સિંહના આંટાફેરા, જુઓ CCTV ફૂટેજ - AMRELI LION VIRAL VIDEO
Published : Oct 19, 2024, 1:53 PM IST
અમરેલી : અવારનવાર અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ સહિતના વન્ય પશુ આવી ચડતા હોય છે. હાલ સિંહના વીડિયો વાયરલ વધુ થવા લાગ્યા છે. હાલમાં જ ધારી તાલુકાના નબાપરા વિસ્તારમાં 4 સિંહના આંટાફેરા નોંધાયા છે. ધારીના રહેણાંક વિસ્તાર નજીક 4 સિંહ ઘૂસ્યા હતા. ઉપરાંત વાડીમાં બાંધેલા પશુઓના ફરજા નજીક સિંહોએ ચક્કર પણ લગાવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક અઠવાડિયા પહેલા પણ સિંહોએ લગાવેલા આંટાફેરાના વિડીયો વાયરલ થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વન જીવ પસાર થાય તો નજીકના વન વિભાગને જાણ કરવા માટે અમરેલી વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.