ગુજરાત

gujarat

ETV Bharat / videos

"વો કાગજ કી કસ્તી...વો બારીશ કા પાની..."અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Ahmedabad News - AHMEDABAD NEWS

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 7:42 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં પણ વરસાદે દેખા દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  અમદાવાદના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, એસ.જી. હાઇવે ,પાલડી, વાસણા તેમજ સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્જયુલેશન સક્રિય થતા અમદાવાદમાં વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ છે. આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 28 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details