હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બે દિવસ વરસાદ શક્યતા - weather forecast
Published : Apr 12, 2024, 6:11 PM IST
અમદાવાદ: રાજ્યમાં ગુરૂવારે કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ અને કેટલીક જગ્યા પર કરા પણ પડ્યા છે. ત્યારે આજે શુક્રવારે હવામાન વિભાગે બે દિવસમાં કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે તેવું અનુમાન છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે તેવું અનુમાન છે. મહત્તમ તાપમાનની વાત કરતા તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ભૂજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.