ગુજરાત

gujarat

ETV Bharat / videos

આંબરડી સફારી પાર્ક ખાતે વનવિભાગ દ્વારા પત્રકાર પરિષદમાં ઇકો સેન્સિટીવ ઝોન બાબતે સમજાવ્યા - ECO SENSITIVE ZONE

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 8:18 AM IST

અમરેલી:  ઈકો સેન્સિટિવ ઝોન મામલે ગીરના ગામડામાં ઉઠતા વિરોધ વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ગીરના ગ્રામ્ય વિસ્તારના લોકોને સમજાવવામાં આવ્યા હતા. ધારી ગીરના DSF રાજદીપસિંહ ઝાલા જણાવવામાં આવ્યું કે, ઇકો સેન્સિટિવ ઝોન છેલ્લા 10 વર્ષથી ચાલુ છે. હાલ માત્ર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નોટિફીકેશન બહાર પડ્યું છે. 60 દિવસમાં ગામડાઓમાં અવરોધ હોય તો તે રજૂઆત કરી શકે છે પણ ઇકો સેન્સિટીવ ઝોનથી જે લોકોમાં ગેરસમજ ફેલાયેલી છે તેને દૂર કરવી જરુરી છે. ત્યારે અમરેલી જિલ્લા મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને કોઇ ખેતીના કામોમાં, મકાન બાંધકામમાં કે અન્ય રોડ રસ્તા ઓ બનાવવામાં કોઇ વનવિભાગની પરવાનગી રહેતી નથી તેમજ ખોટી ગેરસમજણ લોકોમાં ન આવે તે માટે ધારી વનવિભાગના DSF રાજદીપસિંહ ઝાલાએ અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details