ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકસભા ચૂંટણીને લઈ સુચારુ આયોજન, પાટણ પોલીસ અને BSF દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 2:03 PM IST

Updated : Mar 25, 2024, 12:46 PM IST

પાટણ : ટૂંક સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહીવટી તંત્રએ ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરુપે આજે એક BSF પ્લાટૂન સાથે પાટણ એ ડિવિઝન પોલીસના જવાનોએ શહેરમાં બે રૂટના 11 વિસ્તારના માર્ગો પર ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કર્યું હતું.

શહેરમાં યોજાઈ ફ્લેગ માર્ચ : સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પાટણ જિલ્લાની એક લોકસભા બેઠક પર શાંતિમય અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ સાબદું બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દરેક મતદારો નિર્ભય રીતે મતદાન મથકો પર જઈ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે જરૂરી છે. જેના માટે પાટણમાં પોલીસ અને BSF ના જવાનોએ શહેરના મોતીશા, રાજકાવાડ, લોટેશ્વર, મુલ્લાવાડ, ગંજીપીર, નીલમ સિનેમા, જુના ગંજબજાર, રતનપોળ સહિતના 11 વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

  1. પાટણ બેઠક જીતવા કોંગ્રેસે ભાજપના ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા - Patan Lok Sabha Seat
  2. Lok Sabha Election 2024 : મહેસાણા પોલીસ વિભાગનો એક્શન મોડ ઓન, 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ
Last Updated : Mar 25, 2024, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details