Surat News: બોલની બાબતમાં બબાલ, એક યુવક આખા પરિવાર સાથે અન્ય યુવક પર તૂટી પડ્યો - સુરત ન્યૂઝ
Published : Feb 3, 2024, 10:58 AM IST
સુરત: ઓલપાડ તાલુકાના કીમ ગામે વોલીબૉલ રમી રહેલા યુવકને ઠપકો આપવો એક ઇકો કાર ચાલકને ભારે પડી ગયો હતો. યુવકે આ અંગેની અદાવત રાખી પરિવાર સાથે મળી ઇકો કાર ચાલકને લાકડાના ફટકાથી ઢોર માર મારી માથામાં અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે કિમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકિત વસાવા નામનો યુવક ગ્રીન વિલા સોસાયટી પાસે એક કેન્ટિંગમાં જમવા આવ્યો હતો, તે દરમિયાન સોસાયટીમાં વોલીબોલ રમી રહેલા અમન નામના એક યુવકનો બોલ ઇકો કાર સાથે વાગતાં અંકિત અને અમન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અંગેની અદાવત રાખી અમને તેના મમ્મી, પપ્પા, બહેન, મામા અને કાકા સાથે મળીને અંકિતને માર માર્યો હતો. જેને લઇને યુવકને માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થતા તેણે તાત્કાલિક કિમ ગામની સાધના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા કિમ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.