ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરરર... ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી, ગ્રાહકે કરી ફરિયાદ - lizard came out chawana packet - LIZARD CAME OUT CHAWANA PACKET

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 9:43 AM IST

બનાસકાંઠા: થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી જવા પામી હતી. બાળકોના નાસ્તા માટે લાવેલા ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હતી. 15 દિવસથી બાળકોને નાસ્તો આપતા આવવાથી ઝાડા ઉલટી થતા હોવાનું પરિવારોએ જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરી હતી. આનંદ નમકીન કંપનીના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રાહકે લેખિતમાં માગ કરી હતી. જોકે આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.આવી બેદરકારીથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે તેથી તાત્કાલિક પગલાની માંગ કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details