અમદાવાદના રખિયાલમાં આવેલી રેસ્ટોરન્ટમાં દાલફ્રાયમાંથી વંદો નીકળ્યો - Cockroaches in food - COCKROACHES IN FOOD
Published : Jul 21, 2024, 9:04 PM IST
અમદાવાદ: ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત્ત છે ત્યારે રખિયાલ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવડું નીકળવાની ઘટના સામે આવી છે. રખિયાલના અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલ સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાંથી એક ગ્રાહકે દાલ ફ્રાયનો ઓર્ડર કર્યો હતો. જેને ગ્રાહકે જોતા તેમાંથી વંદો નીકળ્યો હતો.જેનો વિડીયો ગ્રાહકે ઉતારી લીધો હતો. રેસ્ટોરન્ટ માલિકો દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે અને તે પણ સામે આવ્યું છે કે તેઓ સ્વચ્છતામાં પણ ઘોર બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે ગ્રાહકે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે. ત્યારે આપણને એ જાણવા મળે કે ભોજનમાં જીવાત નીકળવાના અનેક બનાવો સામે આવ્યા છતા AMCનું આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં છે. ત્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી છે.