ઉમરપાડાનાં દેવઘાટ ખાતે પરીવાર સાથે ફરવા આવેલા 34 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત - Youth died of heart attack - YOUTH DIED OF HEART ATTACK
Published : Aug 21, 2024, 10:23 PM IST
સુરત: ઉમરપાડાનાં દેવઘાટ ખાતે પરીવાર સાથે ફરવા આવેલા વડોદરાનાં 34 વર્ષીય યુવકનું હાર્ટ એટેકનાં પગલે મોત નિપજી જતા પરીવાર પર આભ તુટી પડ્યા જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જીલ્લાનાં અને હાલ વડોદરા ખાતે રહેતા 34 વર્ષીય વસંત વસાવા પોતાના પરીવાર સાથે ઉમરપાડાનાં દેવઘાટ ધામ ખાતે ફરવા માટે આવ્યા હતા. જોકે દેવઘાટ ધામ પર પરિવાર સાથે ફરીને આનંદ માણી રહેલા વસંતભાઇને અચાનક છાતીમાં દુ:ખાવો થતા જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરનાં ડોક્ટરોએ વસંતભાઇનું હાર્ટ એટેકનાં પગલે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે દેવઘાટ ધામ પર ફરવા આવેલા પરીવારને વસંતભાઈનાં મોતની જાણ થતા પરીવાર પર આભ તુટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.