NEET કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલના સંચાલકના 4 દિવસના રિમાન્ડ મંજૂર, સીબીઆઇની તપાસ ચાલુ - NEET scam case - NEET SCAM CASE
Published : Jul 1, 2024, 5:42 PM IST
પંચમહાલ: દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયેલા NEET કૌભાંડ મામલે અવારનવાર ખુલાસ અથાઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં તેના તાર જોડાયેલા હોવાનું સમું આવ્યું છે. બહુ ચર્ચિત NEET પરીક્ષાને લઈ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ગત મોડી સાંજે સીબીઆઇ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને તેને સીબીઆઇ દ્વારા જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટના જજ સી. કે. ચૌહાણ દ્વારા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવા માટે જણાવ્યું હતું. આરોપીને સીબીઆઇ દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે લઈ ગયા બાદ અમદાવાદ ખાતે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં લઈ જવા માટે રવાના થયા હતા. રાત્રીના 11 કલાકે અમદાવાદમાં આવેલ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જજ પાસે જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સીબીઆઇ દ્વારા ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેથી જજે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દીક્ષિત પટેલના રિમાન્ડ: બહુચર્ચિત NEET પ્રકરણમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની રાત્રિના ત્રણ કલાકે ગોધરા શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સીબીઆઇ દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે સીબીઆઇની તપાસમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલના રિમાન્ડમાં બીજા કયા ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવશે.