અમરોલીમાં આગની ઘટના, પાર્ક કરેલી 10 જેટલી મોટર સાયકલ બળીને ખાખ - Amroli fire incident - AMROLI FIRE INCIDENT
Published : Jul 14, 2024, 5:18 PM IST
સુરત: રાજ્યમાં અવાર નવાર આગની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વધું એક આગની ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારની શીતલ બિલ્ડીંગમાં પાર્ક કરેલી બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી. આજરોજ વહેલી સવારે બેઝમેન્ટમાં આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બનેલ આગની ઘટનામાં પાર્ક કરેલી 10 જેટલી મોટર સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. બનેલ આગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ આગ હોન્ડા ટ્વિસ્ટર બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગે ધીમે ધીમે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું, સ્થળ પર પહોંચેલ ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.