પુરાવા આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં ગાંધીનગરઃ આશ્રમ શાળા સંચાલકો ભ્રષ્ટાચાર કરીને નોકરી આપતા હોવાના અનેક પુરાવાઓ આપ્યા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આવું નિવેદન યુવરાજ સિંહે આપ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આશ્રમ શાળાઓ ખોલવામાં આવી હતી. દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલી આશ્રમશાળામાં શિક્ષા સહાયક અને વિદ્યા સહાયકની ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે કર્યો છે.
પુરાવા આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીંઃ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, આશ્રમ શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં સંચાલકોએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અમે ઓડિયો રેકોર્ડિંગના આધાર પુરાવા સાથેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હતી. છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. તેથી અમે આજે પ્રેસ મીડિયાના માધ્યમથી પુરાવા આપીએ છીએ.
25 લાખની લાંચઃ યુવરાજસિંહ વધુમાં જણાવ્યું કે, અમે આપેલા પુરાવાઓ અનુસાર દાહોદ જિલ્લામાં સંજેલી ખાતે આવેલી આશ્રમ શાળામાં વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવાર પાસેથી 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઓડિયોમાં સંચાલકો એમ કહેતા સંભળાય છે કે તમારી આગળ 5 ઉમેદવારો ઊભા છે. જો તમે 25 લાખ આપશો તો જ નોકરી મળશે. બાદમાં અંતે 23 લાખમાં ડીલ ફાઈનલ થાય છે. પૈસા આપીને નોકરી મેળવનાર ઉમેદવારના પિતાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગલા દિવસે રૂબરૂ બોલાવવામાં આવે છે. ત્યાં પૈસા કેવી રીતે આપવા તે નક્કી થાય છે.
વધુ મેરીટ વાળા ઉમેદવારોને ધમકાવાયાઃ યુવરાજ સિંહે વધુ મેરીટ વાળા ઉમેદવારવને ટેલિફોનથી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વિદ્યાર્થી નેતાએ કહ્યું કે, ઊંચા મેરિટ વાળા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ન આવે તે માટે તેમને ધમકાવવામાં આવ્યા હોવાના પુરાવા પણ તંત્રને આપવામાં આવ્યા છે. વ્યારા અને નવસારીના 2 ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા હતા. યુવરાજ સિંહ પાસે 1 ઉમેદવારના પુરાવા પણ છે. આવી રીતે જ દાહોદમાં 100 ઉમેદવારની ભરતી કરવામાં આવી છે. અનેક ઉમેદવારોની ભરતી ભ્રષ્ટાચારથી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ યુવરાજસિંહ એ કર્યા છે. તેમણે નિષ્પક્ષ તપાસની પણ માંગણી કરી છે.
આશ્રમ શાળાઓમાં ભરતી પ્રક્રિયા ઓફલાઈનઃ આશ્રમ શાળામાં ભરતીઓ ઓનલાઈન થતી નથી. ઓફલાઈન ફોર્મ સબમીટ કરાવવામાં આવે છે. ભરતીની તમામ પ્રક્રિયા ઓનલાઇન નથી. કેટલીક વાર સંચાલકો સુનિયોજિત કાવતરું કરીને ખોટા એડ્રેસો પર ભરતી પ્રક્રિયાની જાણ કરે છે. તેથી ઉમેદવાર સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરતા આપમેળે બહાર નીકળી જાય છે. સમગ્ર ગેરરીતિ અંગે દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી છે. આશ્રમશાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તે ઉપરાંત ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર, અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. એક ઉમેદવારના પિતાએ નોકરી માટે 35 લાખ આપ્યા હોવાના પુરાવાઓ પણ અમારી પાસે છ. અને આ 35 લાખ પૈકી 23 લાખ ચૂકવાઇ ગયા હોવાની તેમને કબુલાત કરી છે.
ધર્માંતરણ રોકવા આશ્રમ શાળાનો કોન્સેપ્ટઃ આઝાદી પહેલા પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં ખ્રીસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ કરવામાં આવતું હતું. આ ધર્માંતરણ રોકવા માટે ગાંધીજીએ આશ્રમ શાળાઓ શરૂ કરાવી હતી. આ આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત ભોજન અને રહેવાની પણ સુવિધા આપવામાં આવે છે.
- Gujarat Politics: જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ' આક્રમક, ચૈતર વસાવાએ કહ્યું, આગામી દિવસોમાં ભાજપ MP-MLAનો કરીશું ઘેરાવ
- AAPની રોજગાર ગેરંટી યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 17 કાર્યકરોની અટકાયત