આણંદ: વિદ્યાનગરના યુવા મતદાતાઓ લોકસભા ચૂંટણી માટે કયા મુદ્દા પર બાર આપી રહ્યાં છે તે જાણવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાનગરના યુવા મતદારો દ્વારા મતદાન શિક્ષણ, વિકાસ, વચનો, રાષ્ટ્રીય મુદ્દાઓ વગેરે માટેના વિચારો ધ્યાને લેવામાં આવી રહ્યાં છે.
શું કહી રહ્યાં છે વિદ્યાનગરના યુવા મતદારો, મતદાન અને મુદ્દાઓ વિશે જાણો - Young voters - YOUNG VOTERS
લોકસભા ચૂંટણીના માહોલમાં યુવા વર્ગની ચૂંટણીના મુદ્દાઓને લઇને જાગૃતિ મહત્ત્વની બાબત બને છે. ત્યારે આણંદ જિલ્લાના વિદ્યાનગરના યુવા મતદારોના મનમાં કયા મુદ્દા પડઘાઇ રહ્યાં છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Published : Apr 24, 2024, 12:25 PM IST
મતદાર તરીકે યુવાનોનો ફાળો ઘણો મોટો : સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીતઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને રાજકીય માહોલ ગરમાયો છે. દરેક જગ્યાએ ચૂંટણીને લઇ ચર્ચાના મુદ્દાઓ છે. ચૂંટણીને અસર કરતા મુદ્દાઓ ચૂંટણીની મધ્યમાં ખૂબ ચર્ચામાં છે. આ ચૂંટણીમાં નિર્ણાયક મતદાર તરીકે યુવાનોનો ફાળો ઘણો મોટો રહેવાનો છે. ત્યારે ઈટીવી ભારતે શિક્ષણનું કેન્દ્ર ગણાતા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરીને મતદાન અંગે યુવા મતદારોનું શું કહેવું છે તે જાણવાનું નક્કી કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારા અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા તે વિચારો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મતદાનનું મહત્વ સમજાવતા વિચારો : વિદ્યાનગરની સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી 2024 અને મતદાન શા માટે કરવું તે વિશે વાત કરી હતી. શું મતદાન કરવું જોઈએ? વિદ્યાર્થીઓ મતદાન વિશે શું વિચારે છે? જેવા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને એવી સરકાર જોઈએ છે જે દેશમાં શિક્ષણ અને રોજગાર પર કામ કરે. તેવી સરકારની સાથે સાથે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરે. ખાસ તો ચૂંટણી દરમિયાન આપેલા વચનો. વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ મતદાન થઇ શકે છે. યુવાનો દ્વારા મતદાનનું મહત્વ સમજાવતા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આમ ન કરવાથી તે પદ માટે ગેરલાયક વ્યક્તિ ચૂંટાવાની શક્યતા વધી જાય છે અને લોકશાહીના રક્ષણ અને દેશના ભવિષ્ય માટે મતદાન જરૂરી છે, તેમ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.