ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મહાનગરપાલિકાની 126 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા: કયા પદો માટે છે પરીક્ષા, જાણો - BHAVNAGAR CORPORATION JOBS

લેખિત પરીક્ષા ક્યારે અને કઈ જગ્યા પર કેટલા લોકો આપશે પરીક્ષા જાણો...

ભાવનગરમાં ભરતી (પ્રતિકાત્મક તસ્વીર)
ભાવનગરમાં ભરતી (પ્રતિકાત્મક તસ્વીર) (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 5:17 PM IST

ભાવનગરઃભાવનગર મહાનગરપાલિકા પોતાના મહેકમમાં વધારો કર્યો છે ત્યારે આગામી દિવસોમાં 126 જગ્યાઓ પર કાયમી ભરતી કરવા જઈ રહી છે. બે ત્રણ મહિના પહેલા અરજીઓ આવી ગયા બાદ હવે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. લેખિત પરીક્ષા ક્યારે અને કઈ જગ્યા પર કેટલા લોકો આપશે પરીક્ષા જાણો..

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા શરૂ છે. કેટલાક પદો માટેની શારીરિક પરીક્ષા લેવાઈ ગઈ છે. અલગ અલગ વિભાગના પદોની પરીક્ષામાં મહાનગરપાલિકા આગામી દિવસોમાં હવે લેખિત પરીક્ષાનું આયોજન કરવા જઈ રહી છે. આ પદો કયા છે અને કેટલા લોકોએ અરજીઓ કરેલી છે. ચાલો વિગતથી જાણીએ.

ડેપ્યુટી કમિશનર એમ એમ હિરપરા (Etv Bharat Gujarat)

મહાનગરપાલિકાની આટલા પદો પર કાયમી ભરતી

ડેપ્યુટી કમિશનર એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે, આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ બે ત્રણ મહિના પહેલા જાહેરાત આપેલી છે. એમાં આપણે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ એકાઉન્ટ, ફાયરમેન, લાઈફ ઓફ ઇસ્પેક્ટર, ફૂડ સેફટી ઓફિસર, સબ ફાયર ઓફિસર, એડમનિસ્ટ્રેટિવ મેનેજર, લીગલ આસિસ્ટન્ટ, ફાયર ટેક્નિશિયન, ફાયર ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ, ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ અને ફાયરમેન કમ ડ્રાઇવરની જગ્યા બહાર પાડેલી છે.

ડેપ્યુટી કમિશનર એમ એમ હિરપરા (Etv Bharat Gujarat)

કેટલી આવી હતી અરજીઓ હવે કઈ પરીક્ષા

ડેપ્યુટી કમિશનર એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે, આપણે જે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાની હોય એ ફાયર વિભાગના કેટલાક પદો માટેની ફિઝિકલી ટેસ્ટ પણ લઈ દીધેલી છે અને આગામી 15 દિવસમાં આ બધાની લેખિત પરીક્ષાનું પણ આયોજન થનારું છે. આમાં જે ફોર્મ ભર્યા છે એ ટોટલ 4,022 એપ્લિકેશન કરેલી છે અને એ લાયક છે પરીક્ષા દેવા માટે. આમ આગામી દિવસોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે.

કુલ જગ્યા કાયમી કે કોન્ટ્રાકટ પર અને ક્યાં કેટલી અરજી

મહાનગરપાલિકાની ભરતી પ્રક્રિયામાં હેડક્લાર્ક/ઇન્સ્પેકટર/ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગ 3 ના 1 પદ માટે 665 અરજીઓ, જુનિયર ક્લાર્ક વર્ગ 3 ના 11 પદ માટે 1436 અરજીઓ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ વર્ગ 3 ના 1 પદ માટે 276 અરજીઓ, ફાયરમેન વર્ગ 3 ના 45 પદ માટે 163 અરજીઓ, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ 3 ના 3 પદ માટે 170 અરજીઓ, ફૂડ સેફટી ઓફિસર વર્ગ 3 ના 2 પદ માટે 180 અરજીઓ, સબ ફાયર ઓફિસર વર્ગ 3 (22) ના પદ 3 માટે 10 અરજીઓ, સબ ફાયર ઓફિસર વર્ગ 3 (31) ના 5 પદ માટે 33 અરજીઓ, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર વર્ગ 3 ના 1 પદ માટે 11 અરજીઓ, લીગલ આસિસ્ટન્ટ વર્ગ 3 ના 1 પદ માટે 24 અરજીઓ, ફાયર ટેક્નિશયન વર્ગ 3 ના 5 પદ માટે 8 અરજીઓ, ટેક્નિકલ આસિસ્ટન્ટ (સિવિલ) વર્ગ 3 ના 5 પદ માટે 620 અરજીઓ, ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) વર્ગ 3 ના 3 પડી માટે 233 અરજીઓ અને ફાયરમેન કમ દ્રાઈવર વર્ગ 3 ના 40 પદ માટે 193 અરજીઓ આવી છે. આમ કુલ 126 કાયમી પદ માટેની 4022 અરજીઓ આવી છે જેની આગામી દિવસોમાં લેખિત પરીક્ષા 15 દિવસમાં યોજાવા જઇ રહી છે.

  1. જન્મ દિવસે જ મોત, દમણથી બર્થડેની ઉજવણી કરીને આવતા યુવકને કાળ આંબી ગયો
  2. વિસરાતી વાનગીઓનો 'રસથાળ', ભાવનગરની મહિલા ડાયટેશિયને ભૂલાતી 125 વાનગીના પુસ્તકનું કર્યુ વિમોચન

ABOUT THE AUTHOR

...view details