ગુજરાત

gujarat

ETV Bharat / state

“વિશ્વ આદિવાસી દિવસ”, શક્તિસિંહ ગોહિલે આદિવાસી સમાજને પાઠવી શુભેચ્છા - world tribal day 2024

રાજ્યમાં ક્યાંય પણ આદિવાસી સમાજને અન્યાય થતો હશે તો પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવશે આ પ્રકારની ખાતરી આપી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા શક્તિસિંહે આદિવાસી સમુદાયને કોંગ્રેસ પક્ષ તરફથી આશ્વાસન અપાયું હતું. world tribal day 2024

શક્તિસિંહ ગોહિલે આદિવાસી સમાજને પાઠવી શુભેચ્છા
શક્તિસિંહ ગોહિલે આદિવાસી સમાજને પાઠવી શુભેચ્છા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 12:50 PM IST

શક્તિસિંહ ગોહિલે આદિવાસી સમાજને પાઠવી શુભેચ્છા (Etv Bharat Gujarat)

અમદાવાદ:9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આદિવાસી સમુદાયને આ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજની પરંપરાગત ભાષા, રિવાજો, નૃત્ય, ગીત, સંગીત વિશ્વ આદિવાસી દિવસે મેળાવડામાં ઉજવવા જોઈએ, જેથી મૂળ નિવાસી આદિવાસીઓની સંસ્કૃતિ જીવંત રહે. રાઈટ ઓન ફોરેસ્ટ લેન્ડ એટલે કે “વનસંપત્તિ પરના અધિકાર”નો કાયદો મનમોહનસિંહજીની કોંગ્રેસ સરકારે આપ્યો હતો.

આ કાયદો અમલમાં હોવા છતાં ગુજરાતમાં ઘણા આદિવાસી પરિવારોના નામ મહેસુલી દફતરે હજુ સુધી દાખલ થયા નથી. આ દાવાઓનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સરકારને અપીલ કરવાની ખાતરી આપી હતી. આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરીને એક ઉચ્ચ અધિકારીએ પત્ર લખી સરકારને રજૂઆત કરી હતી કે, આદિવાસી વિસ્તારમાં શાળા છે, તેજસ્વી બાળક છે, પરંતુ ભણાવનાર શિક્ષક નથી.

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સરકાર આ બાબતને અતિ ગંભીરતાથી લે. આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવતા પૈસા નકલી આદિજાતિ વિકાસની કચેરીઓ ખોલીને વાપરી નાંખવામાં આવે છે, સરકારની આવી ગંભીર બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.પ્રાથમિક સુવિધાઓથી વંચિત વિસ્તારોને સુવિધા મળે તેવી સરકાર પાસે આશા રાખીએ છીએ. ક્યાંય પણ આદિવાસી સમાજને અન્યાય થતો હશે તો પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવશે.

  1. અરેરે...AMC: અમદાવાદના આ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂસ્યા ગટરના પાણી - Ahmedabad

ABOUT THE AUTHOR

...view details