તાપી: સિકલ સેલ એનિમિયા એ એક વારસાગત બીમારી છે. અને આ રોગથી પીડાતા લોકો માટે આ એક પડકારરૂપ બાબત છે. આ સમસ્યા રક્તકણોમાં રહેલ ખામીયુક્ત હિમોગ્લોબીનને કારણે થાય છે. ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણોનો આકાર દાતરડા એટલે કે શિકલ જેવો થઇ જતો હોવાથી આ રોગને સિકલ સેલથી ઓળખવામાં આવે છે. સિકલ સેલ એનિમિયામાં રક્તકણ અલ્પજીવી હોવાથી દર્દીમાં એનિમિયા જોવા મળે છે. આમ આકાર અને લક્ષણને ધ્યાનમાં લઈને આ સમસ્યાને સિકલ સેલ એનિમિયાથી ઓળખવામાં આવે છે.
સિકલસેલ એનિમિયાના લક્ષણો: આ રોગથી પીડાતા દર્દીનું શરીર ફિક્કું પડી જાય છે. ઉપરાંત, દર્દીને શરીરે કળતરા થાય, તાવ આવે, વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી, પેટમાં અને સાંધાના દુખાવાની તકલીફ જેવા લક્ષણો મોટેભાગે રહેતા હોય છે. આ રોગથી પીડાતા દર્દીઓ પૈકી તાપી જિલ્લાના હર્ષ પટેલ નવાપુરાની અભિલાષા ગાવીતને મળ્ય. આ રોગ અંગે તેમના અભિપ્રાયો જાણ્યા. આ રોગને કારણે તેમના રોજિંદા જીવન સાથે સાથે તેમને સામાજિક ક્ષેત્રે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અંગે માહિતી મેળવી હતી. જો માતા પિતા બેમાંથી એકમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલના વાહક (ટ્રેડ ) કહેવાય છે. અને માતાપિતા બન્નેમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ ડીઝીઝ કહેવાય છે. જે આ રોગથી સંપૂર્ણ પીડાતો દર્દી કહેવાય છે. જેની ખાસ માવજત દર્દીએ અને તેમના પરિવારે રાખવાની થાય છે.